Pages

Saturday, June 13, 2020

'ગ'થી ગુજરાતી 'ગ'થી ગાય ગણીએ ગુણગાન ગૌ -ઘન ના

'ગ'થી ગુજરાતી
'ગ'થી ગાય 
ગણીએ ગુણગાન ગૌ -ઘન ના 

નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 13-06-2020 ના રોજ પ્રકાશિત.

ગાય ના મહત્વ ને આપણે ભૂલી ગયા છીએ.
ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તેના દૂધને અમૃત કહેવામાં આવે છે, જ્યારે ગૌમૂત્ર અને ગોબર પણ પવિત્ર માનવામાં આવે છે. ગાય ના શરીર માં 33 કોટી દેવી દેવતા ઓ નો વાસ માનવામાં આવે છે. સંસ્કૃત માં કોટી નો અર્થ થાય છે પ્રકાર. આપણે કોટી એટલે કરોડ સમજીએ છીએ. આ 33 કોટી આ પ્રમાણે ગણાય - 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, અને 2 અશ્વિની = 33. આજે આપણે પવિત્ર ગાય અને તેના મહત્વની વાત કરવાના છીએ માટે 33 કોટી ની સમજ માં ઊંડા નહિ ઉતરીએ, કોટી નું કરોડ ક્યારે અને કઈ રીતે થયું અને હિંદુઓ પણ કોટી એટલે કરોડ માનવા લાગ્યા તે વિષે અલગ થી ચર્ચા કરીશું।
ભવિષ્ય પુરાણ પ્રમાણે - ગાયની પીઠ ના ભાગ માં બ્રમ્હદેવ, ગળા ના ભાગ માં શ્રી હરિ વિષ્ણુ, ને મુખ માં ભગવાન શિવ નો વાસ છે. બીજા દેવી દેવતા ગૌ માતાના શરીર ના મધ્ય ભાગ માં, તથા દરેક રોમ માં ઋષિ મુનિ અને પૂંછડી મા અનંત નાગ નો  વાસ માનવામાં આવે છે. ગાય ના પગ ની ખુરી માં બધા જ પર્વત, આંખો માં સૂર્ય અને ચંદ્ર નો વાસ છે. ગૌ મૂત્ર માં બધી જ પવિત્ર નદીઓ અને ગૌમય (છાણ) માં લક્ષ્મી નો વાસ છે.  એક ગાય ની પૂજા કરવા માત્ર થી બધા જ દેવી દેવતા ની પૂજા કર્યા નું ફળ આપો-આપ મળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નું એક નામ ગોપાળ પણ છે. કૃષ્ણ ને પ્રસન્ન કરવા હોય તો ગૌ પૂજા કરો.
આજે પણ આપણા ગામડાં ઓ માં જ્યારે ખાવાનું રાંધતા હોઈએ છીએ ત્યારે પ્રથમ રોટલી ગાયના નામે બનાવવામાં આવે છે. ગાયની કતલને ધાર્મિક રૂપે બ્રમ્હ હત્યા સમાન માનવામાં આવે છે.
ફક્ત ધાર્મિક દ્રષ્ટિ થી ગાય મહત્વપૂર્ણ છે એવું નથી આર્થિક દ્રષ્ટિ થી પણ ગાય મહત્વપૂર્ણ છે. વિજ્ઞાન પણ આજે ગાય નું મહત્વ સમજે છે.

દૂધ, દહીં, ઘી ની દ્રષ્ટિએ ભેંસ આજે ગાય કરતાં વધુ માત્રા માં ઉત્પાદન કરે છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ, ગાયનાં દૂધ અને ગાયનાં દૂધમાંથી બનેલા ઉત્પાદનો વધુ પૌષ્ટિક અને શક્તિશાળી હોય છે. ગાયનું દૂધ વધુ શક્તિશાળી અને તેમાં ચરબીનું પ્રમાણ ભેંસના દૂધ કરતા ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે ગાય ઓક્સિજન લે છે અને ઓક્સિજન જ છોડે છે. ગૌમૂત્રમાં પણ એવા ઘટકો હાજર હોય છે જે હ્રદયરોગ માટે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, પોટેશિયમ, સોડિયમ, નાઇટ્રોજન, ફોસ્ફેટ, યુરિયા, યુરિક એસિડ. ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપ ક્ષમતામાં વધારો થાય છે. આ રીતે, ઘણાં કારણો છે જે ગાયનું વૈજ્ઞાનિક મહત્વ પણ દર્શાવે છે.
આટલી પવિત્ર અને માતા સમાન ગાયને શું સાચે જ આપણે એટલું મહત્વ આપીએ છીએ જેટલું વૈદિક કાળ માં મળતું હતું? ગાય નું મહત્વ હવે કદાચ રાજનીતિ અને મતબેન્ક માટે જ રહી ગયું છે. નહીંતર ગાય આપણે ને આમ રસ્તા માં રખડતી જોવા ના મળતી હોત. ગાય ની કતલ માટે ના કડક કાયદા હોત. આ લેખમાં ગાય નું મહત્વ શું છે એ સમજવવાનો પ્રયત્ન છે એટલે કોઈ જ નકારાત્મ વાત નથી કરવી. ભારત સિવાય ઘણા દેશ છે કે જે ખેતી પ્રધાન છે અને એ દેશો એ ગાય ના મહત્વ ને જાણ્યું છે, ગાય ને સાચવી જાણી છે અને એ થકી એ દેશ આગળ આવ્યા છે.
ઉરુગ્વે એ 33 લાખ ની વસ્તી ધરાવતો દેશ છે જ્યાં લગભગ દરેક વ્યક્તિ દીઠ 4 ગાય છે. અને આજે ખેતી બાબત માં દુનિયા માં પહેલા ક્રમે છે. 33 લાખ ની વસ્તી મનુષ્ય ની અને  જાણી ને આશ્ચર્ય થશે કે ગાય ની સંખ્યા 1 કરોડ 20 લાખ છે. દરેક ગાય ના કાન ઉપર ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલી છે જેથી ખબર પડે કે કઈ ગાય ક્યાં વિસ્તારમા છે. 2005 માં 33 લાખ ની વસ્તી ધરાવતો આ દેશ 90 લાખ લોકો માટે અનાજ પેદા કરતો હતો આજે 2 કરોડ 80 લાખ લોકો માટે અનાજ પેદા કરે છે.

ખેડૂતો અને પશુપાલકો ની વર્ષો ની મહેનત ના કારણે આજે આ દેશ સફળતા મેળવી શક્યો છે. ત્યાંની ખેતી નું ધ્યાન રાખવા માટે કૃષિ ઇજનેરો તૈયાર કરવામાં આવ્યા છે અને આ લોકો ડ્રોન અને સેટેલાઇટ થી ખેતરો પર નજર રાખે છે કે ખેડૂતો એ જે ખેતીની પદ્ધતિ અપનાવી જોઈએ તે પ્રમાણે ખેતી થઇ રહી છે કે નહી,
પરિણામે  ત્યાં ની વસ્તી ના પ્રમાણ માં  "દૂધ, દહીં, ઘી, માખણ" ની સાથો સાથ અનેક ગણું અનાજ નું ઉત્પાદન થાય છે અને આ બધા અનાજ, દૂધ, દહીં, ઘી, માખણ ની નિકાસ થાય છે અને દરેક ખેડૂત લાખોની કમાણી કરે છે. 

આ દેશનું રાષ્ટ્રીય પ્રતીક સૂર્ય છે અને રાષ્ટ્રીય પ્રગતિનું પ્રતીક ગાય અને ઘોડો છે. ઉરુગ્વે માં ગાય ની હત્યા કરવા વાળા માટે તાત્કાલિક મૃત્યુદંડ નો કાયદો છે. ધન્યવાદ છે આ ગાય પ્રેમી દેશ અને તેની જનતા ને. હવે મુખ્ય વાત એ છે કે, આ દેશ માં જે ગૌ ધન છે એ તમામ ગો-ધન ભારતીય છે.  અને તેને "ભારતીય ગાય" તરીકે જ ઓળખવામાં આવે છે. દુઃખ ની વાત છે કે ભારતમાં ગાયની કતલ થાય છે અને ઉરુગ્વેમાં ગાયની કતલ માટે મૃત્યુ દંડની જોગવાઈ છે. આપણે આ ખેતીપ્રધાન દેશ ઉરુગ્વે પાસેથી કંઇક શીખી શકીએ તો સારું.
લેખક :-દિપક પંડ્યા..



No comments:

Post a Comment