Pages

Saturday, June 20, 2020

નકારાત્મકતા માણસની, નકારાત્મકતા એક દેશ ની...


નમસ્કાર ગુજરાત દૈનિક માં તારીખ 20-06-2020 ના રોજ પ્રકાશિત.

આજે આખું વિશ્વ કોરોના નામના રોગચાળા સામે લડી રહ્યું છે. ડિસેમ્બર 2019 થી આજ સુધી, સમગ્ર વિશ્વમાં લાખો માણસો આ સંક્રમણ ના કારણે મૃત્યુ પામ્યા છે. આ વાયરસ ભારત સામે ફેલાવવા માટે ચીન દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ હંમેશા ભારત પર એક દૈવી શક્તિનો  આશીર્વાદ રહ્યો છે અને તે આપણને દરેક આપદાઓ થી સુરક્ષિત રાખે છે. આ વાયરસ ભારતમાં ફેલાતા પહેલા ચીનમાં જ ફેલાયો અને તે પછી તે વિશ્વના અન્ય ભાગ માં અને છેવટે ભારતમાં આવ્યો. અન્ય દેશોની તુલનામાં આપણા દેશ માં મૃત્યુ આંક  ઘણો ઓછો છે. 
ચીન એક નાસ્તિક દેશ છે અને તેનો હેતુ હંમેશાં તેની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કરવાનો અને સમગ્ર વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો રહ્યો છે. આધ્યાત્મિક વિજ્ઞાન પ્રમાણે ચીનના વાયુ મંડળ માં નકારાત્મક આત્માઓનું એક મોટું વર્તુળ રચાયું છે અને તે આત્માઓ તેમના મંડળ નો વધુ વિસ્તાર થાય તે માટે વધુને વધુ લોકોના જીવ રહી છે.  કોઈ પણ રોગ સર્વ પ્રથમ મનમાં ઉદ્ભવે છે. ત્યાર બાદ તે કારણ શરીર માં આવે છે અને ત્યાર બાદ સ્થૂળ શરીરમાં પ્રેવેશ કરે છે. અને જો તે રોગથી જો મનુષ્યનું મૃત્યુ થઇ જાય તો તે રોગ સૂક્ષ્મ શરીરમાં રહી જાય છે. અને ત્રિગુણ આત્મા સાથે સૂક્ષ્મ ની યાત્રા કરે છે. 
મૃતક ને અચાનક મૃત્યુને લીધે, સમજાતું નથી કે તેની સાથે આ શું થઇ ગયું ? તે કયા વિશ્વ માં આવી ચડ્યો છે.  આપણી દુનિયા જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, તેજ પ્રકારનું એક સૂક્ષ્મ વિશ્વ આપણા વાતાવરણ માં મૃતક આત્માઓ નું છે.  સૂક્ષ્મ જગત ની આત્માઓ પોતાના ધર્મ અને સંપ્રદાય પ્રમાણે મનુષ્યના મૃત્યુ પછી ઉપરી જગત માં જાય છે અને તેમના મંડળમાં જઈ કાર્યરત થઇ જાય છે. મૃતક કર્મ પ્રમાણે અમુક સમય સુધી સૂક્ષ્મ જગત માં રહે છે અને પછી બીજો જન્મ લે છે, અને ત્રિગુણ આત્મા સાથે સૂક્ષ્મ ની યાત્રા કરે છે. પૃથ્વી પર જે ગુરુઓ અને ધાર્મિક સંતો આપણી દુનિયામાં જે રીતે આશ્રમ ચાલવી રહ્યા છે તેજ પ્રમાણે તે ગુરૂ અને સંતો સૂક્ષ્મ જગતમાં પોતપોતાના આશ્રમો ચાલવી રહ્યા છે, અને માણસના મૃત્યુ પછી તેમના મંડળોની આત્માઓને પોતાની સાથે લઇ જાય છે. મૃતકનાં કર્મો પ્રમાણે ગુરુ મૃતક નો સંપર્ક કરી તેને પોતાની સાથે લઇ જાય છે. ધાર્મિક વૃત્તિ ની આત્મા જાતે પોતાના ગુરુ કે સંપ્રાદય ના આશ્રમ માં પહોંચી જાય છે. જો મૃતકે પૃથ્વી પર પાપ કર્મ વધારે કર્યા હોય અને અધર્મ સાથે રહ્યો હોય તો તેની આત્મા ગતિ નથી કરી શકતી અને ઉપરી સૂક્ષ્મ જગતની નકારાત્મક આત્માઓ તેમનો કબ્જો કરી પોતાના મંડળ માં સમાવવાનો પ્રયાસ કરે છે જેથી તેમના વર્તુળને વિસ્તૃત કરી શકે.
(મૃત્યુ પછી શું થાય છે અને આત્માની સૂક્ષ્મ જગત માં શું સ્થિતિ થાય છે, મર્યા પછી આત્મા  કેટલા દિવસ સુધી પોતાના ઘર માં રહે છે, ત્યાં તેને શું અનુભવ થાય છે. આ જન્મમાં જે ગુરુ છે તે જ અગાઉના જન્મના ગુરુ હતાં અને તે પછીના જીવનમાં પણ એજ ગુરુ હશે?  તેમનો આશ્રમ હાલમાં પૃથ્વી પર જે પ્રકારે છે તેના કરતા વધુ સારો ઉપરના સૂક્ષ્મ જગત માં હોય છે? આપણે આ વાતની ચર્ચા પછી ક્યારેક કરીશું.) 
હવે હું મૂળ મુદ્દા પર આવું છું, એ લાખો આત્માઓનું શું થયું હશે જે આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. અચાનક સૂક્ષ્મ જગતમાં પહોંચી ગયા છે તેને કઈ જ ખબર નથી કે તે અહીં શુ કામ અને કઈ રીતે પહોંચી ગયા છે.  એક પ્રકારની નકારાત્મકતા જે આજે આખી દુનિયામાં ફેલાયેલી છે તે ઉપલા વિશ્વના નકારાત્મક આત્માઓને પ્રોત્સાહિત કરે છે અને મૃત લોકોની આત્માને પોતાની તરફ ખેંચે છે અને તેમનું વર્તુળ વધારે છે જેથી વધુને વધુ મૃત્યુ થતાં મૃત આત્મા ને પોતાના મંડળ માં લઇ જઈ ને પોતાનું વર્તુળ મોટું કરે છે. આ પૃથ્વી પરના આપણા ધાર્મિક સંપ્રદાયો તેમના ધર્મ વિસ્તરણ માટે કેવી રીતે યોજના અને કાર્ય કરે છે તદ્દન તેજ પ્રમાણે.
અહીં બીજી બાજુ  મંદિર અને આપણી ધાર્મિક સંસ્થાઓ બંધ છે પૂજા અને યજ્ઞ કાર્ય બંધ છે. તેથી હકારાત્મક ઉર્જા ઉપરના વર્તુળમાં પહોંચી શકતી નથી, અને દેવી-દેવતાઓ પણ હકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચાડી શકતા નથી. આપણા ભારતીય સમાજ અને હિન્દુ ધર્મમાં, સમૂહ પ્રાર્થના અને સમૂહ ધ્યાન કરવાની પ્રથા છે, જેના દ્વારા સૂક્ષ્મ જગતમાં થી જે હકારાત્મક ઉર્જા વહી રહી હોય છે તેને ગ્રહણ કરી શકે. આપણે જે પણ ગુરુ, દેવી દેવતા ને માનતા હોઈએ તેમને યાદ કરતા જ તેમનો સંપર્ક આપણા આત્મા સાથે થાય છે અને તે જ ક્ષણે તેમની હકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે.
 લોકડાઉન દરમિયાન, એક આહવાન થયું હતું કે એક ચોક્કસ સમયે અને ચોક્કસ સમય સુધી આપણે દરેક ઘરમાં લાઇટ્સ બંધ કરીશું અને દિવા પ્રગટ કરીશું, આપણે તે કાર્ય એક ચોક્કસ સમયે અને ચોક્કસ સમય માટે કરવાનું હતું, પરંતુ આપણે મૂળ કર્મ સમજી શક્યા નહીં અને તે સમયે, જે  ઉર્જા આપણને ઉપરના વાતાવરણથી દિવા પ્રગટ કરી ને મળવાની હતી અને જે આપણ ને આ રોગચાળાથી મુક્ત કરી શકે તેમ હતી , તે મેળવી શક્યા નહીં. તે વખતે આપણે એક તહેવાર અથવા એક રાજકીય મિશનની જેમ વર્ત્યા, સમૂહમાં અને નિશ્ચિત સમય માટે જે કર્મ કરવાનું હતું તે કરી શક્યા નહિ. 
હજુ પણ, આપણે આપણા ઘરોમાં રહીને, જે ગુરુ, દેવ, દેવી ને માનતા હોઈએ. જે આપણા ઇષ્ટ હોય તેમને યાદ કરી તેમની કૃપા પ્રાપ્ત કરીએ, તો આપણી આસપાસ જે આ નકારાત્મક ઉર્જા ફેલાયેલી છે તને તોડીને આપણે સકારાત્મક ઉર્જા મેળવી શકીએ તેમ છીએ. અને વિશ્વનું કલ્યાણ કરી શકીએ છીએ. 
હિન્દૂ ધર્મ માં 108 સંખ્યા નું એક મહત્વ છે, ઉપરી સત્તાઓ 9, 108 અને નવ લાખ ના અંક અનુસાર કાર્ય કરે છે. આપણે યોજના બનાવીને ચોક્કસ સમયે અને નિશ્ચિત સંખ્યા સાથે કાર્ય કરવું પડશે. જો તમે દીક્ષિત છો, એટલે કે તમને ગુરુ પાસેથી દીક્ષા મળી છે, તો પછી તમે બધા જ ગુરૂભાઇ બહેનો એક નિશ્ચિત સમય માટે અને ચોક્કસ સંખ્યામાં ગુરુ મંત્ર નાં જાપ કરી શકો છો. જો આપણે આ રોગચાળાના નિવારણ માટે સંકલ્પ લઈશું, તો ગુરુ ની શક્તિ તેના કાર્ય ની શરૂઆત ચોક્કસ કરશે અને આ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરશે.
બીજી મહત્વ ની વાત, આપણાંમાં થી ઘણાં અનેક દેવ દેવી ની પૂજા કરતા હોઈએ છીએ. પણ યાદ રાખજો માતા સિવાય કોઈ આપણને વધુ પ્રેમ આપી શકે નહીં. તમારી કુળદેવીને યાદ કરો, તેની પૂજા કરો અને તેમને પ્રાર્થના કરો અને તેમના મંત્ર, સ્તોત્ર અથવા યજ્ઞ કરો. જ્યારે પણ આ દુનિયા પર કોઈ અડચણ અથવા મુશ્કેલી આવી છે, ત્યારે દેવી ભગવતીએ વિવિધ સ્વરૂપો ધારણ કરીને તે અવરોધોથી આપણને મુક્તિ અપાવી છે, આનું વર્ણન દેવી ભાગવત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. ફક્ત માતા જ આ મહામારીથી બચાવી શકે તેમ છે, અને આપણને સુરક્ષા પ્રદાન કરી શકે છે. માતા પોતે પૃથ્વી પર આવશે અને તે આ રોગચાળાના વાયરસને દૂર કરશે એવો ચમત્કાર નથી થવાનો, પરંતુ તેની સકારાત્મક શક્તિ, ઉર્જા વૈજ્ઞાનિકો ને દવાના સંશોધન માટે પ્રેરણા આપશે . જરા વિચાર કરજો આજ ની તારીખે, જે પણ સંશોધન થયાં છે, તે તમે કલ્પના કરી શકો છો કે કોઈપણ માણસમાં એટલી તાકાત છે કે તે આ પ્રકારના સંશોધનો કરી શકે. આ બધી દૈવી શક્તિ મનુષ્યને પ્રેરણા આપે છે. ગુરુ કુલ દેવતા કુલદેવીની કૃપા વિના આ શક્ય નથી. 
સૂક્ષ્મ જગત ની દૈવી કૃપા પ્રાપ્ત કરવા માટે માળા, મંત્ર ની સંખ્યા અને સમય નિશ્ચિત કરવો ખૂબ જ આવશ્યક છે. આપણો સંકલ્પ સ્પષ્ટ હોવો જોઈએ, તમે કયા કામ માટે આ મંત્ર, માળા, પૂજા અથવા યજ્ઞ કરી રહ્યા છો. આ વિષય પર તમારા સંપર્કમાં રહેલા બધા લોકો સાથે ચર્ચા કરો, એક યોજના બનાવો અને તમારા ઇષ્ટ, ગુરુદેવ, કુલદેવ અને કુલદેવીનો આશીર્વાદ મેળવો અને આખી દુનિયામાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નો શરૂ કરો.

No comments:

Post a Comment