Pages

Tuesday, January 18, 2022

પથ્થર છું હું, મારે પણ હવે પીગળવું છે

પથ્થર છું હું, મારે પણ હવે પીગળવું છે,

નથી રડી શકતો, નથી કોઈ ને કઈ કહી શકતો,

અંદર ને અંદર બળ્યા કરું છું,

હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે,

હૃદય રોજ તૂટે છે અને વેરણ છેરણ થઈ જાય છે.

હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,

હું પણ પરેશાન છું. 


વર્ષોની મહેનત હોય છે માન સન્માન કમાવવામાં,

કોઈ પોતાનાં અહમની આહુતિ વડે

એને દહેજની આગ કે જે મેં કદી માગ્યું જ નથી

એમાં સ્વાહા કરી દે તો પણ કોઈને કઈ કહી શકતો નથી,

હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,

હું પણ પરેશાન છું.


સંબંધો સાચવતા સાચવતા હવે કમર દુખવા લાગી છે,

જવાબદારીઓનું વજન બાંધી નદીમાં ઊતર્યો છું

પણ કદાચ આ નદી પાર નહિ કરી શકું,

મારી વેદના કોઈને કહી નહિ શકું,

કારણ કે થપ્પો લગાવી ને આવ્યો છું ને

મજબૂતીનો,

હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,

હું પણ પરેશાન છું.


મન ભરાઈ જાય તો પણ હું રડી નથી શકતો,

નાનપણથી જ શીખવ્યું છે કે છોકરો થઈને રડે છે,

પણ આ બધું ડાયલોગમાં સારું લાગે,

ખરેખર મર્દને પણ દર્દ થાય છે,

હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,

હું પણ પરેશાન છું


એકાદ કાયદો તો અમારી તરફેણમાં બનાવો,

એક ખોટો આરોપ, એક ખોટી ફરિયાદ, પછી,

અમારું માન સન્માન બધું જ લાગે દાવ ઉપર,

પુરુષ જેલની અંદર,

આ રીતે બળાત્કાર પુરુષ ઉપર પણ થાય છે,

પછી જે ઈજ્જત આબરૂના લીરા ઉડે એના માટે પણ કોઈ નિર્ભયા જેવો શબ્દ મળે તો શોધજો.

હું પુરુષ છું અને મને પણ તકલીફ થાય છે,

હું પણ પરેશાન છું.


દિપક પંડ્યા

Wednesday, June 16, 2021

જરૂર આવશે

વાદળ બંધાયા છે વરસાદ પણ જરૂર આવશે
આપણા મિલનની મધુર ક્ષણ જરૂર આવશે
રિસાયેલી છે મારાથી પણ વિશ્વાસ છે એટલો
વાત થશે આપણી એ દિવસ જરૂર આવશે

દીપક પંડયા

Tuesday, May 25, 2021

જોવાનું મારે

રોજ ઝઝુમુ છું નવી મુસીબત સામે,
પણ નહીં કરું ફરિયાદ કોઈની સામે
વરસવું હોય એટલું વરસી લે તું તારે,
ભીંજાઉં કે રહું કોરો એ જોવાનું મારે.

દીપક પંડયા

Thursday, March 4, 2021

પ્રણયની શરૂઆતતો કર

કાળી જુલ્ફોને તું સુરજ પર નાખ ને રાત કર

દોસ્ત આ રીતે તું પ્રણયની શરૂઆતતો કર


હૃદયની જમીન સૂકી પડી છે જમાનાઓથી    

મારી સાથે અમસ્તી તુ એક મુલાકાતતો કર


હોઠ ચૂપ છે, પણ હૈયું આતુર છે કશુંક કહેવા

આંખોમાં આંખ નાખી પ્રેમની જાહેરાતતો કર 


દિલની વાત કર કયારેક તો તું મુલાકાતો માં

વાદળ બની મારા પર પ્રેમનો વરસાદતો કર


દુશ્મન આ જમાનાએ કદી મળવા ક્યાં દીધા

મજનુ તું બની એકવાર સીધી બગાવતતો કર


દિપક પંડયા



Tuesday, December 15, 2020

World Tea Day !!!

મારા પ્રેમની તે સાવ આટલીજ કિંમત કરી 

ઘરે હું આયો ને તે ચા પણ ઓફર ના કરી

Tuesday, December 8, 2020

વર્ષ વિચિત્ર - હાઈકુ

વર્ષ વિચિત્ર 

આ બે હજાર વીસ

રહેશે યાદ 


કરો નમસ્તે 

સંસ્કાર આ આપણા

શ્રેષ્ઠ સર્વથા 


માસ્ક લગાડો  

કોરોનાને ભગાડો 

દેશ બચાવો 


ભૂલતા નહિ

ઘરે જયારે પહોંચો

હાથને ધોજો 


ભૂલ્યા વગર 

કરો સૅનેટાઇઝ 

લાવેલ ચીજ 


રસી આવશે

ખુશહાલી લાવશે

આશ દિલમાં


કોરોના જાશે 

ખુશી ફરી આવશે

નવા વર્ષમાં







Tuesday, December 1, 2020

સમજાવ ને

તું માટીનું ઢેફું, અને ઢેફું હું પણ,

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું નશ્વર છે ને છું નશ્વર હું પણ,

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું મુસાફર અને મુસાફર હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું નથી કાયમી અહીં ના હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને 


તું નથી સિકંદર ના કલંદર હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને


તું પંચભૂતનો બનેલો અને હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને

 

તું પીસાય સમય ચક્રમાં ને હું પણ 

ભેદભાવ શું બંનેમાં સમજાવ ને