Tuesday, May 25, 2021
જોવાનું મારે
Thursday, March 4, 2021
પ્રણયની શરૂઆતતો કર
કાળી જુલ્ફોને તું સુરજ પર નાખ ને રાત કર
દોસ્ત આ રીતે તું પ્રણયની શરૂઆતતો કર
હૃદયની જમીન સૂકી પડી છે જમાનાઓથી
મારી સાથે અમસ્તી તુ એક મુલાકાતતો કર
હોઠ ચૂપ છે, પણ હૈયું આતુર છે કશુંક કહેવા
આંખોમાં આંખ નાખી પ્રેમની જાહેરાતતો કર
દિલની વાત કર કયારેક તો તું મુલાકાતો માં
વાદળ બની મારા પર પ્રેમનો વરસાદતો કર
દુશ્મન આ જમાનાએ કદી મળવા ક્યાં દીધા
મજનુ તું બની એકવાર સીધી બગાવતતો કર
દિપક પંડયા
Tuesday, December 15, 2020
Tuesday, December 8, 2020
વર્ષ વિચિત્ર - હાઈકુ
વર્ષ વિચિત્ર
આ બે હજાર વીસ
રહેશે યાદ
કરો નમસ્તે
સંસ્કાર આ આપણા
શ્રેષ્ઠ સર્વથા
માસ્ક લગાડો
કોરોનાને ભગાડો
દેશ બચાવો
ભૂલતા નહિ
ઘરે જયારે પહોંચો
હાથને ધોજો
ભૂલ્યા વગર
કરો સૅનેટાઇઝ
લાવેલ ચીજ
રસી આવશે
ખુશહાલી લાવશે
આશ દિલમાં
કોરોના જાશે
ખુશી ફરી આવશે
નવા વર્ષમાં
Tuesday, December 1, 2020
સમજાવ ને
તું માટીનું ઢેફું, અને ઢેફું હું પણ,
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
તું નશ્વર છે ને છું નશ્વર હું પણ,
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
તું મુસાફર અને મુસાફર હું પણ
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
તું નથી કાયમી અહીં ના હું પણ
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
તું નથી સિકંદર ના કલંદર હું પણ
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
તું પંચભૂતનો બનેલો અને હું પણ
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
તું પીસાય સમય ચક્રમાં ને હું પણ
ભેદભાવ શું બંનેમાં સમજાવ ને
Monday, November 30, 2020
સહુ થી દૂર
મોઢા પર પટ્ટી બાંધો, રહો બે ગજ સહુ થી દૂર
રોગ બહુ ભૂંડો છે ભાઈ, શરીરને કરી દેશે ચૂર
ઈલાજ શોધાયો નથી હજુ, દવાખાનામાં ભીડ
કોરોનો જો લાગી ગયો તો છૂટી શકે તવ નીડ
મંદિર મસ્જિદ ખુલ્યા હવે ભીડ થઇ બળવાન
બચવાનો એક જ ઉપાય ઘટઘટ માં ભગવાન
થોડા સમયની વાત છે આવશે રસી તુમ હાથ
ત્યાં સુધી ભલામાણસ રહેજો નિયમ ની સાથ
પ્રણામ અને સલામ કરી આપો ડોક્ટર્સને માન
રાત દિવસ લડી રહ્યાં જોખમમાં મૂકી ને જાન
Friday, November 27, 2020
મજા નથી આવતી
ક્યાં સુધી ઘરમાં રહું કેદ, મજા નથી આવતી
બેઠા બેઠા ખાવામાં હવે મજા નથી આવતી
આ હાડકાંય થવાં લાગ્યા છે હરામ હવે તો
આવું જીવન જીવવાની હવે મજા નથી આવતી
ક્યાં સુધી ચાલશે હવે આ મહામારીનો ખૌફ
સુખનો સુરજ ઉગાડો હવે મજા નથી આવતી
મહેફિલો સુની છે, જાણે લાગ્યા છે ત્યાં તાળા
બધું બેરંગ ભાસે મને હવે મજા નથી આવતી
સુર લય તાલ ને સરગમ બેસૂરા થયાં "દિપક"
ગીત પ્રેમના છેડવામાં હવે મજા નથી આવતી




