કાળી જુલ્ફોને તું સુરજ પર નાખ ને રાત કર
દોસ્ત આ રીતે તું પ્રણયની શરૂઆતતો કર
હૃદયની જમીન સૂકી પડી છે જમાનાઓથી
મારી સાથે અમસ્તી તુ એક મુલાકાતતો કર
હોઠ ચૂપ છે, પણ હૈયું આતુર છે કશુંક કહેવા
આંખોમાં આંખ નાખી પ્રેમની જાહેરાતતો કર
દિલની વાત કર કયારેક તો તું મુલાકાતો માં
વાદળ બની મારા પર પ્રેમનો વરસાદતો કર
દુશ્મન આ જમાનાએ કદી મળવા ક્યાં દીધા
મજનુ તું બની એકવાર સીધી બગાવતતો કર
દિપક પંડયા
